ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું... - સુરેશ દલાલ
ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો'કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.
આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;
ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.
તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;
સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!
-સુરેશ દલાલ
પ્રસન્નદામ્પત્યની વાત એક નવા જ અંદાજથી. ઘડપણના, સમયની કસોટી પર ખરા ઉતરેલા, પ્રેમની વાત કરતી રચનાઓ આપણે ત્યાં ઓછી જ મળે છે.



6 Comments:
khari vat dhaval bhai
ane aatli prasnnatathi jivatu dampatya pan javalle j jova made chhe
..........
sundar rachna chhe
કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોશી ડોશાને હજુ વ્હાલ કરે છે....
આ રચના પણ સુરેશ દલાલ ની જ છે ને ?
Its one of my favourite.
અહીં પ્રસ્તુત રચના ખુબજ સુંદર છે. મમ્મી - પપ્પા યાદ આવી જાય એવી સુંદર....
મને લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં ઇલા-કાવ્યો, લીલા-કાવ્યો, સોનલ-કાવ્યો પછી ડોસી-કાવ્યો ની પણ એક શૃંખલા મળશે!
soooo good! kind of inspirational!! like it very much....
આ ધવલ- વિવેકની જોડી સુન્દર લાગે છે !
પણ વિવેક આગળ ધવલ છુપાતો ભાસે છે !
ખેર !સુરેશભાઇએ લગ્નની જીદ રજૂ કરી અને અંતે
સોનલ કમળ,રૂપેરી ભમરો,બિલોરી તળાવ દ્વારા વહાલની પરાકાષ્ટા સર્જી છે !
we need more of this 'rahnas'to make our coming generations realise the imortance of marriage and love that flourishes more between the two as the time goes and binds the family together
Post a Comment
<< Home