છિદ્રો - મૂકેશ વૈદ્ય
મેં એક મૂર્તિ ઘડી
એક વાર એ પર નખશિખ પથરાયેલી તિરાડે
મારું ધ્યાન ખેચ્યું.
હું મૂર્તિની વધારે નજીક ગયો.
નજીકથી જોતાં
અનેકાનેક છિદ્રો મને વિહ્વળ કરવા લાગ્યાં.
એક વાર તો હું
તિરાડ સોંસરવો આરપાર પણ જઈ આવ્યો.
છતાંય
એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.
કંઈ ક્યાંય સુધી,
અરે એ કકડભૂસ થઈ ચૂક્યા પછી પણ
મારા મસ્તિષ્કમાં, મારી ભૂજાઓમાં
અને શિરાઓમાં વહેતા રક્તમાં
એ મૂર્તિ
હજીયે અકબંધ ઊભી છે.
- મૂકેશ વૈદ્ય
"આ કવિતામાં કઈ વાત છે? (અ) ખંડિત મૂર્તિના પૂજનની વ્યર્થતાની કે (બ) અપૂર્ણને પણ ચાહી ચાહીને પૂર્ણ બનાવી શકાય છે એની. "
"એ તો તમે જાણો !"
"કદાચ કવિ બન્ને વાત કહેવા માંગે છે. કદાચ જીંદગીમાં આ બન્ને વાત જેટલી અલગ લાગે છે તેટલી ખરેખર છે નહીં એવું કવિ કહેવા માંગતા હોય."
"એય તમે જાણો ! મને તો બસ કવિતા ગમી એટલે ગમી. એમાંના છિદ્રો અને તિરાડો જોવાનું કામ તમારું, મારું નહીં."
"???"
"!!!"



8 Comments:
જો અહીં મુર્તિને ભગવાનની મુર્તિનુ રૂપક આપેલું હોય તો એ રીતે લઇ શકાય કે સૌ પ્રથમ તો ભગવાન વિશે થોડુ ઘણુ જાણ્યુ. બાદમાં ભગવાને કસોટી કરી છતાં પણ મનમાં ભગવાન પ્રત્યેનો ભાવ સહેજ પણ ઓછો થયો નહોતો.
જો અહીં મુર્તિને પ્રેમિકા સાથે સરખાવીએ તો પ્રથમ તો કુણી લાગણીના અંકુર ફુટ્યા. બાદમાં દીલ ઘવાયુ છતાં હજુ પણ મનમંદિરમાં એ મુર્તિ અકબંધ યાદોમાં સચવાયેલી છે.
"એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો."
Shabdo ne shodhi ne tene, vastavikata ao sathe gothavi ne, review apanva nu nahi fave..shri Mukeshbhai ne shu samjayu ne emane lakhyu e nathi khabar pan emani ek line..Vishavas na kachaa tantu ne majboot banavi jay che...Happy!!!someone is there thinking like this way........
Wants to write in gujarati but helpless, rightnow not having keyboard & dont have patinece.
Thanks Dhavalbhai,..aa rachana share karava mate.
મને કોઈ ત્રીજો જ અર્થ દેખાય તો?
આ વાત મને તો કવિએ શિલ્પકારના સ્વાંગમાં કરેલા સર્જનની લાગે છે.... પોતાનું સર્જન... પિતા માટે એ બાળક હોઈ શકે, કવિ માટે કવિતા, ચિત્રકાર માટે ચિત્ર અને શિલ્પકાર માટે શિલ્પ.... મૂર્તિના પ્રતીક વડે પોતાના સર્જનની મહત્તા અને શાશ્વતતા બતાવવાની કોશિશ શું આ ન હોઈ શકે?
મારું સર્જન ગમે તે હોય, મને એ સદૈવ પરિપૂર્ણ જ લાગવાનું... કદીક મને ખુદને જાણ થાય કે મારા સર્જનમાં કંઈક ખામી છે તો હું એ ખામીને નજીકથી સમજવાની કોશિશ જરૂર કરવાનો... પણ નજીક જતાં મને બીજી ઘણી ખામીઓ મળે તો હું વિહ્વળ તો થવાનો જ ને! ક્યારેક મારી ખામીના મૂળ સુધી પણ હું જઈ આવું તો પણ હું મારું સર્જન અપૂર્ણ કે ખંડિત છે એમ શું સ્વીકારી શકીશ? પોતાના સર્જન માટેનો આપણો પ્રેમ એટલો તીવ્ર હોય છે કે આખેઆખું સર્જન નષ્ટ થઈ જાય તો ય આપણા દિલોદિમાગમાંથી એ કદી નાશ પામી શકતું નથી..
આ અર્થ કવિને ઈંગિત ન પણ હોય. તો પણ ખંડિત મૂર્તિના પૂજનની વાત તો નથી જ લાગતી...
Vivek,
tari vaat sathe hu bilkul sahemat chhu. kadach mai tari pahela reply aapyo hot to mai pan aa j vaat kahi hot...
potanu sarjan... game atli tiraad nazar aave .. haiya ma akbandh j rahevani... ne kyarek aham pan akbandh j rakhva prere chhae..
Meena
એક સંસ્કૃત કહેવત :
છિદ્રેશ્વનર્થા: બહૂલિ ભવંતિ !
અર્થ :છિદ્રો (જોવાથી)ઘણા અનર્થો થાય છે !
આ કવિતા વાંચી ત્યારે મારા મનમા કેટલાય વિચારો એકસાથે આવેલા. અને એના પરથી મને કવિતા પછીનો સંવાદ લખવાનો વિચાર આવ્યો. જો કવિતાનો એક અને માત્ર એક જ સ્પષ્ટ અર્થ હોય, તો પછી એ કવિતા લખવાની જરૂર જ શું ?
તમે કવિતાની આંખમાં જુઓ અને તમને જે દેખાય, તે જ તમારા માટે એનો અર્થ. પ્રેમ અને ઈશ્વરની જેમ, એક જ કવિતાનો અર્થ મારા માટે અને તમારા માટે જુદો થઈ શકે. આજે એક અર્થ લાગે અને કાલે બીજો અર્થ પણ લાગી શકે.
આ મહેફીલમાં બધા પોતપોતાની વાત લઈને આવે છે એ જ મહત્વની વાત છે. દરેક મંતવ્યની પાછળ એક આખા આયખાંનો ભૂતકાળ ભરેલો હોય છે. એ મંતવ્ય ખરૂં હોય કે ખોટું હોય એ મુદ્દો નથી; મુદ્દો તો છે કે દરેક મંતવ્ય અનોખું હોય છે.
priy Dhaval,
tari vaat sathe pan hu sahmat chhu... kaavya ae j raheshe.. arth badlaya karshe aapna vichar kai gati ma che aeni sathe...
meena
ધવલભાઇની વાત એકદમ સરસ અને સત્ય છે. મારા મતે એ કવિતા ખુબ જ સફળ અને સુંદર હોય છે જેને વાંચતા દરેક વાંચકને એ પોતાની જ લાગે... લાગે કે આ તો મારા જ અંતરના ભાવની અભિવ્યક્તિ છે... અને દરેક વ્યક્તિનાં ભાવ તો અલગ જ રહેવાનાં ને! જેટલા ભાવ તેટલા અર્થ, અને છતાં એ બધા જ કવિતામાં બન્ધ બેસે..
એવી સુંદર કવિતાઓમાંની જ આ પણ એક છે.
Post a Comment
<< Home