<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener("load", function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <iframe src="http://www.blogger.com/navbar.g?targetBlogID=7907530&amp;blogName=%E0%AA%B2%E0%AA%AF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B&amp;publishMode=PUBLISH_MODE_FTP&amp;navbarType=BLACK&amp;layoutType=CLASSIC&amp;homepageUrl=http%3A%2F%2Fdhavalshah.com%2Flayastaro%2F&amp;searchRoot=http%3A%2F%2Fblogsearch.google.com%2F" marginwidth="0" marginheight="0" scrolling="no" frameborder="0" height="30px" width="100%" id="navbar-iframe" title="Blogger Navigation and Search"></iframe> <div></div>

Friday, June 23, 2006

ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ? - વિવેક મનહર ટેલર

(પાણીની અંદરનું વિશ્વ... ....માલદીવ્સ, ફેબ્રુઆરી-02)


ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.

તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.

જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ...ક્..છી’ કોઈ.

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.

હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.

ડૉ.વિવેક મનહર ટેલર

3 Comments:

At 6/24/2006 01:49:00 AM, Blogger Nav-Sudarshak said...

વાહ, દોસ્ત, વાહ! ગઝલ તો ગમી જ. સાથે ફોટોગ્રાફ પણ... અંડર-વોટર ફોટોગ્રાફી ચેલેંજીંગ હોય છે. લાઈટ અને એક્ષ્પોઝર, રંગ અને ડેવલપિંગ ... બધાનો વિચાર કરો ત્યારે આવો સુંદર ફોટો મળે!! ... હરીશ દવે

 
At 6/24/2006 11:54:00 AM, Anonymous Anonymous said...

Mitr Vivek,
tari aa rachna kyarey nahi bhulaay..
tc
Meena

 
At 6/25/2006 02:05:00 AM, Blogger Suresh said...

હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

આ કડીઓ બહુ જ ગમી.આપણામાં કંઇક ઘનની અછત છે તે ભાવ વાંચી જવાહર બક્ષી યાદ આવી ગયા - "હું ઢોલ છું પીટો મને ....."

તબીબની કવિતામાં પહેલીજ વાર તબીબ વાંચવાની મઝા આવી !

છેલ્લી બે પંક્તિઓનું રસદર્શન ગુજરાતી પોએટ્રી કોર્નર માં કરાવશો તો આનંદ થશે.

 

Post a Comment

<< Home