<body><iframe src="http://www.blogger.com/navbar.g?targetBlogID=7907530&amp;blogName=%E0%AA%B2%E0%AA%AF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B&amp;publishMode=PUBLISH_MODE_FTP&amp;navbarType=BLACK&amp;layoutType=CLASSIC&amp;homepageUrl=http%3A%2F%2Fdhavalshah.com%2Flayastaro%2F&amp;searchRoot=http%3A%2F%2Fblogsearch.google.com%2F" marginwidth="0" marginheight="0" scrolling="no" frameborder="0" height="30px" width="100%" id="navbar-iframe"></iframe> <div id="space-for-ie"></div>

Thursday, June 08, 2006

સંજોગોના પાલવમાં - સૈફ પાલનપુરી

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

- સૈફ પાલનપુરી

3 Comments:

At 6/09/2006 05:58:00 PM, shriya said...

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
Waah!

shriya

At 6/11/2006 12:15:00 AM, વિવેક said...

લાશ તરીને કિનારા પર આવે છે એ અભિવ્યક્તિ ગુજરાતી કવિતામાં ઘણી વાર જોવામાં આવે છે:

પછી જ્યારે મારો મૃતદેહ તણાઈને કિનારા ઉપર આવ્યો, ત્યારે સમજાયું કે જે ભાર હતો એ દેહનો નહીં, શ્વાસનો હતો.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

At 10/28/2007 10:48:00 PM, Anonymous said...

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

- સૈફ પાલનપુરી

kharekhar khubj sundar ane vivek saaheb je sher anhhi share karyo chhe from ghazal"nayan ne bandh raakhi ne" very nice.

Post a Comment

<< Home