ભીંજાવું ચડ્યું ટલ્લે - સંદીપ ભાટિયા
આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે
છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું
વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે
ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત કાશ મારુંયે સરનામું ગોતતો
વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.
- સંદીપ ભાટિયા
જોતા જ ગમી જાય એવા આ ગીતમાં પ્રેમની વાત ભીંજાવાના રુપકથી કરી છે. હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે એ વાત આમ તો પ્રેમ ન મળવાની વાત છે, છતા ય અહીં એ જરા પણ કડવાશ કે ડંખ વિના આવે છે. કલરવનો ડાકિયો અને વાછટનો વેપાર એવા પ્રયોગો પરાણે મીઠા લાગે એવા છે.

7 Comments:
નવી જ ભાતની કવિતા વાંચવા મળી.સંદીપ ભાટિયા વિશે કે તેમની બીજી રચનાઓ વિશે માહીતિ મળી શકશે?
સાચે જ નવિનત્મ કાવ્ય છે
મઝા આવી વાંચવાની
કાવ્યનુ શીર્ષક જ આકર્ષક લાગે છે " મારું ભીંજાવું ચડ્યું ટલ્લે "
એમની આ પ્રકારની બીજી રચનાઓ વીશે માહીતી આપી શકાશે ?
અદભૂત!!!! અદભૂત......
-વિવેક
હું પણ સંદીપ ભાટિયા વિષે ખાસ જાણતો નથી. મારી માહિતી મુજબ એમનો કોઈ સંગ્રહ હજુ બહાર પડ્યો નથી. એ ઉદયન ઠક્કરની સાથેના કવિ છે. વધારે કદાચ વિવેકને ખબર હશે. વિવેક ?
સંદીપ ભાટિયા વિશે મારી જાણકારી પણ વિશેષ નથી. 1-5-1959 ના રોજ જન્મ. મુંબઈના નિવાસી. ઉદયન ઠક્કર, હિતેન આનંદપરાના મિત્ર. કવિતા સાથે વાર્તા અને નિબંધ પણ લખે છે અને કળાત્મક મુખપૃષ્ઠો પણ કરે છે. કાવ્યસંગ્રહ મોટાભાગે હજી પ્રકાશિત નથી થયો. એમની બીજી રચનામાં રસ હોય તો લયસ્તરો પર આ શનિવારે માણી શકશો...
મજાની કવિતા છે. લયસ્તરોની મજા જ એ છે કે ગુજરાતીના દરેક ખૂણામાંથી કશુક અવનવુ અને ગમે એવુ લાવીને રજૂ કરે છે.
સિદ્ધાર્થ
How enjoyable! ..... Harish Dave
Post a Comment
<< Home