પલ - મણિલાલ દેસાઈ
સરકી જાયે પલ...
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !
નહીં વર્ષામાં પૂર,
નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિ:સંગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !
છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ !
- મણિલાલ દેસાઈ
મણિલાલ દેસાઈની ગઝલ વિવેકે રવિવારે રજુ કરી એ પરથી આ ગીત યાદ આવી ગયું. આ ગીતમાં આગલી પેઢીની અસર દેખાય છે. એ સાથે જ મ.દે.ની ભાષાની મીઠાશ પણ ઊડીને આંખે વળગે છે.



0 Comments:
Post a Comment
<< Home