ઠેસ રૂપે જોયો - રમેશ પારેખ
ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?
થાય અહીં એ દુર્ઘટના - કે માણસને
બીજો માણસ ગળી જતો અજગરની જેમ
રમેશજીના ઊડી ગયા ફુરચા - ફુરચા
જ્ઞાન ખાબક્યું જાત વિશે લશ્કરની જેમ
એકલતાનો થાક બિછાવી સૂઈ જાતા
લોકો, ટોળું ઓઢીને ચાદરની જેમ
રમેશ હું પયગંબર થઈને વરસું છું
કાગળિયાં છલકાવું છું સરવરની જેમ
- રમેશ પારેખ
નખશિખ રમેશ પારેખ એવી આ ગઝલને અંતે કવિનું નામ ન લખ્યું હોય તોય ચાલે. જ્ઞાન ખાબક્યું એવો શબ્દપ્રયોગ રમેશ પારેખ જ કરી શકે અને એને ગઝલમાં નિભાવી ય શકે. આ નાની શી ગઝલમાં એમણે મોટા ગજાની વાતો વણી લીધી છે.



1 Comments:
બની ગયા
કોલસાઓ બધા સુઁદર બની ગયા.
વાઁદરાઓ પણ કલઁદર બની ગાયા.
કાગળોના વક્ષે શ્યાહી ઢોળી દઈ,
ઞ્નાનના કોળિયે પયઁબર બની ગયા.
29માર્ચ2006
Post a Comment
<< Home