--- ની ઉક્તિ - જગદીશ જોષી
અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો...
ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો.
મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ -
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો !
- જગદીશ જોષી



2 Comments:
"થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો."
ખૂબ સુંદર વાત....!!!
વૈશાલી
પોતાના સમીકરણથી જીવી ન શકાય એવી એક આખી જિંદગીના બદલામાં ફક્ત એક મનગમતી સાંજ માંગવામાં કવિ લાગણીની તીવ્રતાથી આપણી આરપાર કશુંક વેધી નાંખે છે- અરે! આ તો મારી જ ઈચ્છા... શું હું પણ આવું જ નથી ઈચ્છતો?
મારું મનગમતું ગીત છે આ અને એનો અંતિમ પંક્તિ મારા હૃદયમાં જડાઈ ગઈ છે!
Post a Comment
<< Home