ગઝલ - રાજેન્દ્ર શુકલ
સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.
- રાજેન્દ્ર શુકલ
આભાર : પંચમ શુક્લ



3 Comments:
"આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે."
I like this one...!
vaishali
'એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.'
khub saras.....
Shriya
Friends,
Do you want to listen to this poem? Visit http://www.kavilok.com/Kavi_rajendra_shukla.htm
****************
Nice to see you here, my friend Pancham.
While looking for Rajendrabhai, I stumbled upon this page. I hope you would not mind if I put this kavya on http://www.kavilok.com on Rajendrabhai's page.
Share this poemlisten to one Gazal of Rajendrabhai Shukla and nicely recited by Amar Bhatt.
(Sorry Amarbhai and Rajendrabhai for sharing your creating without your approval. I am just trying to promote wonders of Gujarati literature and also wizards like you.)
Post a Comment
<< Home