કાનજી ડૉટ કૉમ... - કૃષ્ણ દવે
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ...
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ...
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ...
કૃષ્ણ દવે ગીતોનો માણસ છે. અમરેલી જિલ્લાના ધારી ગામમાં ૪-૯-૧૯૬૩ ના રોજ જન્મેલાં કૃષ્ણ દવે આજે ભલે બેન્કમાં કામ કરતાં હોય, પણ મોટાભાઈનું શિક્ષણ ખોરંભે ન ચડે એટલે સુથારીકામ કરી ઘેર ઘેર જઈ ફર્નિચર પણ બનાવતાં હતાં. કાવ્યસંગ્રહો: ‘પ્રહાર’, ‘વાંસલડી ડૉટ કૉમ’, ‘ભોંદુભાઈ તોફાની (બાળકાવ્યો)’.



5 Comments:
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
અમારા જેવા ઈન્ટરનેટ રસીઆઓના રસના વિષયને આ કાવ્યમાં સુંદર રીતા રજુ કર્યુ છે.
શ્રી કૃષ્ણ દવેની આ રચના ખરેખર સુંદર છે. વાંસલડી ડોટ કોમમાં રજૂ થયેલા બીજા અનેક કાવ્યો કટાક્ષરસથી ભરપૂર છે. તેઓએ આજની સામાજીક અને રાજકીય પરિસ્થિતી પર સુંદર ચાબખા મારેલ છે.
સિદ્ધાર્થ શાહ
simply "THE BEST"
Regards
rickypatel21@yahoo.com
Krishna Dave is a poet of technolgy and this ininiative is keeping Krishna ji one step ahead from the others. Keep it up sir... Really Mind blowing...
VASHISHTH SHUKLA
VADODARA
Does any body know which album of Shyamal Shaumil Contains this poem?
This is simply great poem I remember I heard this poem sng by shyam saumil in one of their concert in Ahmedabad
Post a Comment
<< Home