બહુ એકલવાયું લાગે છે - હેમેન શાહ
-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.
શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.
કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.
ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.
- હેમેન શાહ



3 Comments:
'ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે '.
ekdam saras kahyu che!
વધારે પડતી એકલતામાં આકસ્મિક જાગતી ગઝલની તરસ એકલતાને વધારે ધારદાર બનાવે છે અને દોસ્તના કંઠની ઝંખના આ રંગને વધુ ઘેરો બનાવે છે. ગઝલ અને મખમલની મુલાયમ સ્નિગ્ધતાનો પ્રાસ એકલતાના ભાવને તીવ્રતમ બનાવે છે. હેમેન શાહની આ ગઝલનો પહેલો શેર મારા પ્રિય શેરોમાંનો એક છે.
આપો હાથતાળી મિત્રો
કેમ છો મિત્રો. હું પંકજ બેંગાની અમદાવાદમાં રહું છું. હમણાં સુધી હું હિન્દી અને ઇંગ્લીશ માં લખતો હતો. હવે મેં મારું ગુજરાતી બ્લોગ પણ ચાલુ કર્યુ છે. આ લિંક પર વિજિટ કરવા વિનંતિ.
http://www.tarakash.com/haathtali
Post a Comment
<< Home