ઇન્દુલાલ ગાંધી - આંધળી માનો કાગળ
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા'ડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા'ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે'રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા'ડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા'ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે'રે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
(ઈન્દુલાલ ગાંધીની આ રચના સીધેસીધી મારી મિત્ર એસ.વી.ના બ્લોગ -પ્રભાતનાં પુષ્પો પરથી એની રજા લીધા વિના અહીં રજૂ કરી છે. એસ.વી.નો વણકહ્યો આભાર.
કવિ, નાટ્યકાર અને વાર્તાકાર ઈન્દુલાલ (૦૮-૧૨-૧૯૧૧ થી ૧૦-૦૧-૧૯૮૬) ના ગીતો હ્રદયના તાર સાથે એવું તાદાત્મ્ય સાધી લે છે કે એનો ગણગણાટ સહેજે જ હોઠે ચડી જાય. કાવ્યસંગ્રહો : 'ઇંધણાં', 'પલ્લવી', 'શ્રીલેખા'.



8 Comments:
Dear friend, you don't have to take permission. :) Am glad more people will be able to read and enjoy the classic.
aaj geet asha bhonsle ane praful dave na awaaj ma judi judi rite gawayelu chhe. pan jetli vaar saambhadiye, vanchiye, tyaare MAA na apaar prem no parcho madya vina rehato nathi...saache j Amrut bharelu antar ane sagar jewdu sat!!!
khoob khoob abhar.
Mital
વિવેકભાઈ
આભાર
'આંધળી માનો કાગળ' ના અનુસંધાનમાં 'દેખતા દીકરાનો જવાબ' કાવ્ય પણ ઈન્દુલાલ
ગાંધીએ જ લખેલું - એ માણો, સિધ્ધાર્થના
બ્લોગ પર.
પ્રિય ધવલ અને સિદ્ધાર્થભાઈ,
ઘણો આભાર. આંધળી માનો કાગળ તો જાણીતો હતો જ. દીકરાનો જવાબ પહેલી વાર જ વાંચ્યો. ખરે જ, જીવનની કોઈપણ બાબતના બીજા પાસાને જોવાનું ચૂકી જવાય તો ક્યારેક મા પણ પેટના જણ્યાંને અન્યાય કરી શકે છે!
પ્રિય ધવલભાઈ, વીવેકભાઈ અને સિદ્ધાર્થભાઈ,
દેખતા દીકરાની મનોવ્યથા દ્વારા ઈન્દુલાલા ગાંધીની આ રચના રજુ કરવા બદલ આભાર
ધવલભાઈ,
વાંચકમિત્રોને 'દેખતા દીકરાનો જવાબ'તરફ દિશા ચિંધવા માટે ઘણૉ જ આભાર.
સિદ્ધાર્થ શાહ
MA.................NI VAAT SHPARSHI GAYI.DHANYAVAAD.MA VISHE SARA LAKHAN AAPTA RAHO.INDULAL YAGNIK NE SHRADHANAMAN.TAMNE ABHINANDAN.
Post a Comment
<< Home