નહીં કરું - પ્રમોદ આહિરે
મારા હ્રદયમાં છે જ તું, ભટક્યા નહીં કરું;
હું મંદિરોમાં જઈને તપસ્યા નહીં કરું.
તકદીરમાં હશે તો તું મળશે જ એક'દિ,
તું જોઈએ જ એવી હું ઈચ્છા નહીં કરું.
હું આદમી છું આદમી રૂપે જ મસ્ત છું,
સૂરજ થવાને માટે સળગ્યા નહીં કરું.
-પ્રમોદ આહિરે



3 Comments:
Feedback
2 comments has been posted.
Mohammedali wafa @ 02/04/2006 06:41
લદાદા લદાદા લદાદા લદાદા
ગઝલને મળ્યાછે બળાપા બળાપા
રદિફ કાફિયાની કેવી આ બંદિશ
છતાં રુપ એનૂ સરાપા સરાપા
વરસ સેંક્ડોથી લખાતી રહી છે
છતાં એના રંગો સુહાના સુહાના
કોઇ નવ દુલ્હનની હઠેળી એ જાણે
રંગોની રમજ્ઝટ હિનાના હિનાના
ઢળી ગુજ્ર્રી અંગે એની અદાઓ
અરબ ફારસીની ઝનાના ઝનાના
ગઝલ ને રૂબાઈ નઝમને મુસદદસ
અને મસ્નવીના ખઝાના ખઝાના
અરબ ફારસી ઉર્દુની સોગાત લૈને
થયા કેવા પગરવ મઝાના મઝાના
વફા આ ગઝલ તો હૈયાની ભાષા
સ્રોતાઓ એના દિવાના દિવાના
મ
"સૂરજ થવાને માટે સળગ્યા નહીં કરું."
Beautiful, thank you for sharing this. - SV
મારા હ્રદયમાં છે જ તું, ભટક્યા નહીં કરું;
હું મંદિરોમાં જઈને તપસ્યા નહીં કરું.
ખુબ જ સુંદર વાત...
Post a Comment
<< Home