--હશે ? - સુરેશ દલાલ
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
સુરેશ દલાલ
(સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨) શબ્દોના માણસ છે. અછાંદસ કવિતા, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ-કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યાં નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની ઢળતી સંધ્યાએ પણ અવિરત કાર્યરત છે. કાવ્ય, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય.એમના પોતાના શબ્દમાં કહીએ તો - "આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે")



6 Comments:
ખૂબ ખૂબ આભાર ડૉકટરસાહેબ,
" શબ્દો છે શ્વાસ મારા" બ્લોગ પણ ખૂબ સરસ છે.
આપની સ્વરચિત ગઝલોને આ બ્લોગ ધ્વારા શબ્દભૂમિ પર રજૂ કરીને અમારા જેવા ભાવકો સૂધી પહોચાડવા બદલ આપનો જેટલો આભાર માનીએ એ ઓછો જ પડે..
ફોરમ
Khoob saras ...
મઝાની વાત ! સરસ.
વ્હાલ
વ્હાલ તો આપણે ક્યારે કર્યુ.
શબ્દનુ પારેવડું એક ચીતર્યુ.
જીવન તો જાળ ઘટના તણી
તે છતાં તારુજ નામ કોતર્યુ.
નામ ગુમનામ થાય તો મઝા
લાકડુ હોડી બન્યુ તો તર્યુ.
વલોપાત ને પ્રેમ ની એક ગાંઠ
વ્હાલ સદવા કાજ તો હૈયુ ધર્યુ.
પ્રેમને નજ્રર તો લાગવી રહી
નહી તો વ્હાલનુ પીછુ ખર્યુ.
કઈ રીતે રોકુ "વફા" મારી નજર્
તારુ આજે ભીન એક કાગળ મર્યુ.
મુહંમદ અલી ભૈડુ"વફા"
૧૭ફેબ્રુ.૨૦૦૬
ખૂબ ખૂબ આભાર ડૉકટરસાહેબ,
શબ્દો છે શ્વાસ મારા બ્લોગ ખૂબ સરસ છે.
Vivekbhai, would you mind my borrowing your words and putting on Kavilok?
http://www.kavilok.com/kavi_poet_suresh_dalal.htm
Please let me know if you want me to remove from there.
Thanks,
Jayesh
Post a Comment
<< Home