ઝાકળનું ગીત - કૃષ્ણલાલ શ્રીધરાણી
વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,
તેરમી હું બાળકી રોતી જી રે !
આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,
વન વન વેરતી મોતી જી રે !
ફૂલડાં અપારને નથડી નથાવી,
ખડ ખડ મોતી પરોતી જી રે !
કુમુદિની કાનમાં મૂકું લવિગડાં,
હીરલા ગૂંથું હું ગોતી જી રે !
- કૃષ્ણલાલ શ્રીધરાણી



0 Comments:
Post a Comment
<< Home