દુર્દશાનો એટલો આભાર હોય છે - મરીઝ
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.
ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.
દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.
કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી 'મરીઝ',
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
- મરીઝ



2 Comments:
મરીઝની એક એક ગઝલ ખરેખર માણવા જેવી હોય છે. આ ગઝલમાં જોઇએ તો જીંદગીના દરેક ભાવ સમાઇ જાય છે
Wonderful! Each and every sher of this ghazal is so intelligently crafted, thought-provoking and explains realities of life in a nut-shell. What a genius, Mariz!!! Thanks Dhaval, for sharing such Gem of a ghazal with us.
Post a Comment
<< Home