કવિઓના નામ અનુસાર ગોઠવેલી, આ બ્લોગ પર પ્રગટ થયેલી બધી (-અને બીજી ઘણી) ગુજરાતી કવિતાઓનો સંગ્રહ. અહીં આપ સરળતાથી ગમતી
કવિતા શોધી શકો છો.
આ બ્લોગ વિષે:
અમે બે મિત્રો, મનને ગમી ગયેલી અને દીલને અડી ગયેલી ગુજરાતી કવિતાઓ બધા માણી શકે એ માટે આ બ્લોગ ચલાવીએ છે.
આ બ્લોગ પર દર અઠવાડિયે પાંચેક કવિતાઓ મૂકીએ છે. તમને ગમતી કવિતા તમે અમને મોકલશો તો એ પણ અહીં પ્રસ્તુત કરીશું.
કવિતાઓ અને આ બ્લોગ વિષે આપના અભિપ્રાય-કોમેન્ટ્સ આવકાર્ય છે.
નામ: ધવલ શાહ
એટલાન્ટા,યુ.એસ.એ.
સંપર્ક: mgalib at hotmail dot com
જન્મે અને મનથી સુરતી. પણ આજે દુનિયાના બીજા ખૂણે મુકામ છે.
જીવનની લગભગ બધી જરૂરીયાતો માટે હવે અંગ્રેજી વાપરું છું,
પણ કવિતાઓ બીજી કોઈ ભાષામાં ગળે ઊતરતી નથી !
કાવ્ય નામથી જ ભાવે. એમાંય વળી ગઝલ પ્રત્યે વધારે પક્ષપાત.
કાવ્ય સિવાય મારો બીજો શોખ છે ફોટોગ્રાફી.
નામ: ડૉ.વિવેક ટેલર
સુરત,ભારત.
સંપર્ક: dr_vivektailor at yahoo dot com
મારો જન્મ સુરત માં, અભ્યાસ અને હવે કાર્યક્ષેત્ર પણ સુરત જ.
વ્યવસાયે તબીબ. તોયે પુસ્તક એ મારો પ્રથમ પ્રેમ. કવિતા મારી અહર્નિશ પ્રેયસી.
પાંચમા ધોરણ થી શબ્દો ને શ્વાસ માં કંડારવાની શરૂઆત કરી એ પછી આજ દિન લગી વારંવાર ના અલ્પવિરામ છતાંય આ શ્વાસ અટક્યાં નથી.
લખવાં અને વાંચવા ને લોહીવટો આપું તો ફક્ત ખોળિયું રહે. આ સિવાય જૂનાં હિન્દી ગીતો અને ગઝલો સાંભળવાં, ફોટોગ્રાફી, પ્રવાસ કરવો, મિત્રો બનાવવા અને ખાસ તો જાળવવાં મને પ્રિય.
1 Comments:
khatki ae dil kapi lidhun
rasoiyae pachhi randhi lindhu
darji ane khatki bhega thaya
aeke mapi lidhun bijae kapi lidhun
Mohammedali Wafa
Post a Comment
<< Home