પ્રાર્થના – ન્હાનાલાલ દ. કવિ
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથજી ! ધરું.
(આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિથી તો સહુ સુમેળે પરીચિત હશે જ. પણ આખી પ્રાર્થના બહુ થોડા એ જ વાંચી હશે. ન્હાનાલાલ કવિ (16-3-1877 થી 9-1-1946) એ કવિ દલપતરામના સુપુત્ર. ડોલનશૈલી નો પ્રાદુર્ભાવ એમણે કર્યો. લાલિત્ય અને લાવણ્યસભર ગીતો, ખંડકાવ્યો, કરુણ પ્રશસ્તિકાવ્ય, નાટકો અને મહાકાવ્ય થકી એમણે ગુર્જરીને સતત શણગારી.)
તા.ક. – આ બ્લોગ પર દર શનિ-રવિ માં બે કાવ્યો મૂકવાની મારી મંષા છે - એક કાવ્ય અર્વાચીન કવિનું અને એક પ્રાચીન કવિનું! વધુમાં જરૂર લાગે ત્યાં નાની ટિપ્પણી થકી કવિનો અથવા કવિતાના ભાવજગતનો યથાકિંચિત પરિચય કરાવવાની ખેવના છે.



2 Comments:
ખુબ સુંદર
વિવેકભાઈ, ધવલભાઈ
તમે બન્નેએ ભેગા મળીને તો ભારત અને અમેરીકા વચ્ચેનુ અંતર નીસ્તોનાબુદ કરી નાખ્યુ!!!!
ક્યા અમેરીકા! અને કયા ભારત!
"વસુધૈવકહ કૌટુંબકમ"
આ વાકય તમે સાર્થક કરી રહયા છો
આટલા લાંબા અંતર મહી પણ તમે મૈત્રીની ગરીમા જાળવી રાખી છે.....ગમ્યુ
હવે બે જાજરમાન વ્યક્તીત્વને અને એમના વિચારોને એક સાથે અક જ ફલક પર માણવાનો લાહવો મળશે
ખુબ સુંદર
વિવેકભાઈ, ધવલભાઈ
તમે બન્નેએ ભેગા મળીને તો ભારત અને અમેરીકા વચ્ચેનુ અંતર નીસ્તોનાબુદ કરી નાખ્યુ!!!!
ક્યા અમેરીકા! અને કયા ભારત!
"વસુધૈવકહ કૌટુંબકમ"
આ વાકય તમે સાર્થક કરી રહયા છો
આટલા લાંબા અંતર મહી પણ તમે મૈત્રીની ગરીમા જાળવી રાખી છે.....ગમ્યુ
હવે બે જાજરમાન વ્યક્તીત્વને અને એમના વિચારોને એક સાથે અક જ ફલક પર માણવાનો લાહવો મળશે
Post a Comment
<< Home