કંઈક તો થાતું હશે... - રમેશ પારેખ
સ્પર્શ દઈ
પાણી વહી જાતું હશે
ત્યારે કંઈક
આ પત્થરોને કંઈક તો થાતું હશે...
રમેશ પારેખ
( ધવલનાં સહજ આમંત્રણને સ્વીકારી લયસ્તરોની યાત્રામાં આજથી પદાર્પણ કરી રહ્યો છું. ધવલ અમેરિકામાં અને હું ભારતમાં. એના શબ્દોમાં આ બ્લોગ હવે અંતર્રાષ્ટ્રીય જ નહીં, અંતરખંડીય (Not only international, but transcontinental) બની રહ્યો છે. રમેશ પારેખનાં એક સાવ જ નાનાં ઊર્મિકાવ્ય સાથે શરૂઆત કરૂં છું. મારા વાંચનનું આપ સૌ સાથે તાદાત્મ્ય સાધવાની મારી અને ધવલની આ સહિયારી કોશિશ પણ આપના સ્નેહને પાત્ર ઠરે એવી અંતરેચ્છા.
- વિવેક ટેલર ( શબ્દો છે શ્વાસ મારાં )



0 Comments:
Post a Comment
<< Home