સંગમાં રાજી રાજી - રાજેન્દ્ર શાહ
સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!
- રાજેન્દ્ર શાહ



2 Comments:
hi,
Somehow, you come out with poems which are close to my heart but could not able to find with extensive efforts.
પહેલા 'પગલા વસંતના' અને ત્યારબાદ આ કવિતા રજૂ કરીને મજા કરાવી દીધી. જો તમને 'મને શું શુ ગમે' કવિતા મળે તો જરૂરથી રજૂ કરશો. બાળપણમાં ચોથા ધોરણનાં ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં આ કવિતા હિન્દી લિપીમાં લખાઈને રજૂ થઈ હતી. કદાચ સુંદરમ્ રચિત.
સિદ્ધાર્થ શાહ
Thanks, Siddharth. I will try to find the poem for you.
Dhaval.
Post a Comment
<< Home