કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવું સહેલું છે !
આ બ્લોગ વાંચીને ઘણા મિત્રો મને ઈ-મેલ કરી પૂછે છે કે કોમ્પ્યુટર પર ગુજરાતીમાં કઈ રીતે લખવું. ખરેખર ગુજરાતી લખવા માટે કોમ્પ્યુટરને સેટઅપ કરવું ખૂબ સહેલું છે. આપની પાસે વિંડોઝ XP હોય તો કોઈ વધારે સોફ્ટવેરની જરુર પણ નથી.
ગુજરાતીમાં લખવા માટે કોમ્પ્યુટરને સેટઅપ કરવાની રીત સમજાવતી સરળ માર્ગદર્શિકા મેં મારી વેબસાઈટ પર મૂકી છે. 10 મિનિટના સેટઅપ પછી આપ પણ ગુજરાતીમાં સરળતાથી લખી શકશો ! આ રીતે કોમ્પ્યુટર સેટઅપ કર્યા પછી આપ કોઈપણ પ્રોગ્રામમાં - ઈ-મેલ પ્રોગ્રામ, વેબ બ્રાઉઝર કે વર્ડ પ્રોસેસર બધામાં - ગુજરાતી લખી શકશો.
આ વિષે કોઈ સવાલ હોય તો મને ઈ-મેલ કરશો.



1 Comments:
ખુબ કામ ની માહિતી, ધવલ ભાઈ. આભાર.
Post a Comment
<< Home