અમર હમણાં જ સૂતો છે -'અમર' પાલનપુરી
પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.
દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.
ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.
ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.
-'અમર' પાલનપુરી



1 Comments:
આ કવિતા અમદાવાદના રાસવિહારી દેસાઇ અને વિભા દેસાઇએ બહુ જ સુંદર સ્વર અને સૂરમાં ગાઇ છે. મોટા ભાગે તેમના આલ્બમનું નામ છે- 'અમે કોમળ કોમળ '
કરુણ પ્રશસ્તિ કાવ્યોમાં મને બહુ જ ગમતું આ કાવ્ય છે.
અંગ્રેજીમાં અમારે મેટ્રિકમાં ભણવામાં આવતું 'Coronach' નામનું કરુણ પ્રશસ્તિ કાવ્ય પણ યાદ આવી ગયું.
Post a Comment
<< Home