અજ્ઞાત પૃથ્વીઓ -હરેશ 'તથાગત'
સૂક્ષ્મનું દ્વાર ખૂલશે ક્યારે ?
કાર્ય-કારણ જુદા થશે ક્યારે ?
સ્પર્શવી છે અજ્ઞાત પૃથ્વીઓ,
સૂર્ય બીજો જ ઊગશે ક્યારે ?
જે કશું છે - નહીં મહીં જાશે,
કાળ પોતે અકળ થશે ક્યારે ?
બીજમાં ફૂલ જોઈ લેનારી,
દ્રષ્ટિને કોઈ પેખશે ક્યારે ?
જીવ નિર્લેપ ને વળી ભોળો,
લુપ્ત મનની નદી થશે ક્યારે ?
હું નથી તોય છું બધે -અથવા,
શૃંખલા આ પૂરી થશે ક્યારે ?
ગર્ભમાં આ શરીર તો ફરક્યું,
કયા બહાને અને જશે કયારે ?
-હરેશ 'તથાગત'



1 Comments:
Hi,
Nice to see Gujarati blog, speceally with lots of gujarati gazal.
Keep up the good work.
Regards,
zazi
Post a Comment
<< Home