મતભેદ -બકુલેશ દેસાઈ
સહુ કહે છે: 'મંદિરે ઈશ્વર નથી',
હું કહું છું: 'ત્યાં ફ્ક્ત પથ્થર નથી'.
સહુ કહે છે: 'ઝાંઝવાં છે રણ મહીં',
હું કહું છું: 'ત્યાં નર્યા મૃગજળ નથી'.
સહુ કહે છે: 'પાનખર છે ઉપવને',
હું કહું છું: 'ત્યાં ધરા ઊષર નથી.'
સહુ કહે છે: 'શૂન્ય છે આકાશ આ',
હું કહું છું: 'સૂર્ય આ જર્જર નથી.'
સહુ કહે છે: 'ક્ષણ સમી છે જિન્દગી',
હું કહું છું: 'પ્રાણ મુજ નશ્વર નથી.'
-બકુલેશ દેસાઈ
(ઊષર = ખારાશવાળું)



1 Comments:
Nice poem...negation makes it more sharp.
Post a Comment
<< Home