ફરવા આવ્યો છું -નીરંજન ભગત
હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
-રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!

-નીરંજન ભગત

1 Comments:
જીવન પ્રત્યેની આવી સહજ દ્રષ્ટિ ઘણા ભારેખમ શાસ્ત્રો કરતાં મધુર અને સાચી લાગે છે. જીવનનો આનંદ માણી શકીએ તો પછી કોઇ મોક્ષની જરૂર નથી.
Post a Comment
<< Home