નીકળવું છે -હરજીવન દાફડા
વારાફરતી વારામાંથી નીકળવું છે,
મારે આ જન્મારામાંથી નીકળવું છે.
કોઈ મમતના માળા બાજુ ખેંચ્યા ન કર,
મારે તારા-મારામાંથી નીકળવું છે.
અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો,
ભીતરનાં અંધારમાંથી નીકળવું છે.
-હરજીવન દાફડા
ગુજરાતી કવિતા આસ્વાદ
Layastaro : Gujarati Poetry Blog
1 Comments:
ભીતરના અજવાળામાંથી નીકળવાની વાત ગમી. પણ આ પુનર્જન્મની માન્યતા પરનો આંધળો વિશ્વાસ આપણામાં આ જન્મારા માટે આટલી બધી અસૂયા પેદા કરે છે તે ન ગમ્યું.
પુનર્જન્મમાં માનીએ તો પણ મને તો નરસૈયાની આ પંક્તિનો ભાવ બહુ જ ગમે છે-
'વૈકુંઠ નથી વ્હાલું રે!માંગું જન્મો જન્મ અવતાર રે!'
Post a Comment
<< Home