ઋતુઓનું વર્ણન -દલપતરામ
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.
-દલપતરામ
અહીં અમેરિકા આવીને fall, autumnના ચક્કરમાં ભારતીય ઋતુઓ ભૂલી જવાય છે. વળી, અહીં ચોમાસા જેવી તો ઋતુ જ નથી. બારેમાસ વરસાદ પડે રાખે. અહીં એક અમેરીકન દોસ્તને સમજાવતો’તો કે ચોમાસું શું ચીજ છે. બિચારાને માનવામા આવે જ નહીં કે ગુજરાતમાં માત્ર ચાર જ મહીના વરસાદ પડે અને બાકીના આઠ મહીના તદ્દન કોરા ! રોજે રોજ હવામાનના સમાચાર જોઈને જીવતા લોકોને કેમ કરીને સમજાવવું કે અમને અઠ્યાવીસ વરસ લગી કદી હવામાનના સમાચાર સાંભળવાની જરુર લાગેલી જ નહીં !



6 Comments:
સાચી વાત છે. અહિં બ્રિટન માં તો અમેરીકા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે. 22 વરસ ભારત માં જેટલી છત્રી કે કોટ નહોતા વાપર્યા તેટલા બ્રિટન માં પહેલા એક-દોઢ વરસ માં જ વપરાઇ ગ્યા'તા!
Noted the new url. A suggestion now that you have your own site maybe you should move from blogger. You know you can use Typepad or Wordpress tool. That will give you a lot of flexibility. Your blog is one of the few blogs that I enjoy immensely whenever I find time. Thanks. - SV
SV, I have actually considered Wordpress. I agree that it would give a lot more flexibility. I will eventually do it. I am happy that you enjoy my blog.
આ કવિતા ખરેખર સરસ છે. અમેરિકામાં ઋતુઓ આપણા કરતા અલગ છે. અહિ વસંત અને પાનખર ખરેખર ખબર પડે છે, જ્યારે ભારતમાં ખાસ તો ગુજરાતમાં એ અનુભવાતુ નથી. વધતા જતા પ્રદૂષણને કારણે ઉનાળો એ બારમાસી ઋતુ થઈ ગઈ છે, શિયાળો એકદમ અલ્પ્જીવી અને ચોમાસુ પણ અલ્પ્જીવી થઈ ગયુ છે. પરંતુ વરસાદમાં નહાવાની મજા તો હ્જી પણ દેશમાં જ આવે છે. અહીના વરસાદમાં ઠંડી ખૂબ જ લાગે છે. આ કવિતા વાંચીને નાનપણ યાદ આવી ગયુ ત્યારે ઋતુઓ ખરેખર વિભાજીત હતી, પરંતુ સમયની સાથે સાથે વધતા જતા પ્રદૂષણ અને જંગલોના નિકંદન સાથે ઋતુઓ પણ અલોપ થવા માંડી છે.
સિદ્ધાર્થ
Very true, Siddharth. One of the best experiences the next generation would be missing is - taking bath in rain !
દલપતરામનો પરિચય લખતાં આ કવિતા પર નજર પડી અને તેની લીન્ક આપી. આના શબ્દો પહેલાં ઘણી વાર સાંભળ્યા હતા, પણ ખબર ન હતી કે આ તેમની કવિતા છે. આભાર. તમે ઘણું કામ કર્યું છે.
Post a Comment
<< Home