સૂની પડી સાંજ
સૂની પડેલી સાંજને સમજવા મથતા મારા પ્રિય ત્રણ શેર પ્રસ્તૃત છે.
એક પડછાયો પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.
-નયન દેસાઈ
ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
-ભગવતીકુમાર શર્મા
બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,
કોણ ઉમ્બર પર અધૂરી સાંજ આ નાખી ગયું.
-નયન દેસાઈ
(વધારાની માણવા જેવી હકીકત એ છે કે બન્ને કવિ મારા શહેર સૂરતના છે! )



2 Comments:
સાંજ અનેક પ્રકારે કવિના ભાવ વિશ્વ સાથે સંકળાયેલી છે. એક અલગારી અને રોમેન્ટીક સંદર્ભ....
સાંજ ઢળતાં જ રોશન થતાં, મહેકતાં હાથ ગજરા, ગળે હાર ઝૂલાવતાં,
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા, આ અમે નીકળ્યાં
ખેસ ફરકાવતાં.
-રાજેન્દ્ર શુક્લ
વાહ ક્યા બાત હૈ !
Post a Comment
<< Home