હવે તારામાં રહું? -મૂકેશ જોશી
ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?
કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં... હું થોડા દિવસ...
કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ... હું થોડા દિવસ ...
રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં... હું થોડા દિવસ ...
રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું... હું થોડા દિવસ...
કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?... હું થોડા દિવસ...
-મૂકેશ જોશી
આ કવિ વિષે હું કાંઈ જાણતો નથી. આ કવિતા વાંચ્યા પહેલા એમનુ નામ પણ સાંભળ્યું નહોતું. પણ એક જ કવિતા વાંચી ને અઢળક ઓળખાણ થઈ ગઈ ! સચ્ચાઈના રણકાથી છલકાતું પ્રેમની આવશ્યકતાનું આ સુંદર ગાન પહેલી નજરે જ દીલમાં વસી જાય એવું છે.



5 Comments:
Very good choice of words. I too read Mukeshbhai's poems recently. - sv ( http://sv.typepad.com/guju/ )
it's very good kavita. I liked it an will try to read more from mukesh joshi.
This is really a wounderful expresion. Mukeshbhai ni biji kavita web paar kyak vanchi hati. sundar lakhan che emnu.
ખરેખર અદભુત કવિતા!
ડો. વિવેક ટેલર્
I m not having words to explain how gud he has written.
Post a Comment
<< Home