હાઈકુ -સ્નેહરશ્મિ
ઝાપટું વર્ષી
શમ્યું, વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં.
વ્હેરાય થડ :
ડાળે માળા બાંધતાં
પંખી કૂજતાં.
હિમશિખરે
ગયો હંસલો વેરી
પીંછાં રંગીન.
દેવદર્શને
ગયો મંદિરે : જુએ
વેણીનાં ફૂલ !
- સ્નેહરશ્મિ
14 અક્ષરની નાનીશી રત્નકનણિકા સમાન આ હાઈકુઓ અર્થવૈભવમાં પાછા પડતા નથી. દરેક હાઈકુ આગવુ અને અસરકારક શબ્દચિત્ર રચી આપે છે.



4 Comments:
સરળ લાગતો જોખમી કાવ્ય પ્રકાર.
વર્ષો પહેલાં જયારે હાઇકું વિષે પ્રથમ વાર જાણ્યું ત્યારે....મારાં ભાઇ કાર્તિકે લખેલું હાઇકું યાદ આવે છે. સંદર્ભ છે અમારાં આંગણાંની બદામ.
બદામ પર્ણ
ખરે રોજ સવારે
ચૂમવા માટી.
I also heared one more hiku long ago..
Says:
AAJEY GAADU KHETARMA NE,
KAALEY KHETARMA GAADU.
ભાઇ મુર્તઝા , ખેતરમાં ગાડું અને ગાડામાં ખેતર - આ બે વચ્ચે શો ફરક છે તે ન સમજાયું.
ખેતરનો ઊભો મોલ કાપીને ગાડામાં ભરીને લઈ જાવાય તે જોઈ ને જાણે આખું ખેતર ગાડે ચડ્યું છે એવી કલ્પના કરી છે.
Post a Comment
<< Home