એ તો કો' ! - પંચમ શુક્લ
કડક સાદ દઈ ડાંટું કોને એ તો કો' !
વાંક વગર ગાળાટું કોને એ તો કો' !
એલફેલ આ લાગે એને, કરવું શું ?
મારું આ દુ:ખ બાંટું કોને એ તો કો' !
મનનો મૂંઝારો મનમાં કયાં લગ રાખું ?
હાક-છીંક થઈ છાંટું કોને એ તો કો' !
ડફણાં ખાઈનેજ પછી કૈં સમજું છું,
જોરદાર દઉં પાટું કોને એ તો કો' !
દાઝ્યાં ઉપર ડામ દઈને ફૂંકો દઉં,
આ હંધુયે હા’ટુ કોને એ તો કો' !
અમથાં અમથાં અથડાવાનું, એમાં શું ?
અંધારામાં આંટું કોને એ તો કો' !
- પંચમ શુક્લ
આ ગઝલ મોકલવા માટે પંચમ શુક્લનો ખૂબ આભાર. એમની વધારે કૃતિઓ એમના વેબપેજ પર માણી શકો છો.



3 Comments:
In first stanza (sher), please read as ગાળાટું in stead of ગળાટું.
This is a 'Charotari' word, where I studied and worked for more than a decade.
Fixed it !
Thanks...now you may delete all these comment.
Post a Comment
<< Home