રુબાઈયાત -ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)



3 Comments:
it's really fantastic
beatiful Rubaiyat translated beautifully
શૂન્ય મારા ઘણા પ્રિય શાયર છે. મારે શૂન્ય પાલંપુરીનો કમ સે કમ એક કાવ્યસંગ્રહ ખરીદવો છે. અમદાવાદમાં ઘણું શોઘ્યું પણ ન મળ્યો. તમે આ બાબતમાં મને મદદ કરી શકો? કોઇ મને ફોટો કોપી કરીને મોકલવા તૈયાર હોય તો હું બધો ખર્ચો આપીશ. મારું સરનામું છે-
sbjani2004@yahoo.com
Post a Comment
<< Home