કોઈ હથોડી છે? -ઉદયન ઠકકર
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.
સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !
ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?
ઉદયન ઠક્કરની આ નાનકડી નટખટ ગઝલ મારી પ્રિય ગઝલ છે. પહેલો અને છેલ્લો એ બન્ને તો ખ્યાતનામ શેર છે. ચંદ્ર તો ગપોડી છે - એ શેર મનને ગમી જાય એવો શેર છે પણ એનો બૃહદ અર્થ મને સમજાતો નથી. (કદાચ એનો વધારે અર્થ સમજવાની જરુર જ નથી ?! )



0 Comments:
Post a Comment
<< Home