<body><iframe src="http://www.blogger.com/navbar.g?targetBlogID=7907530&amp;blogName=%E0%AA%B2%E0%AA%AF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B&amp;publishMode=PUBLISH_MODE_FTP&amp;navbarType=BLACK&amp;layoutType=CLASSIC&amp;homepageUrl=http%3A%2F%2Fdhavalshah.com%2Flayastaro%2F&amp;searchRoot=http%3A%2F%2Fblogsearch.google.com%2F" marginwidth="0" marginheight="0" scrolling="no" frameborder="0" height="30px" width="100%" id="navbar-iframe" title="Blogger Navigation and Search"></iframe> <div id="space-for-ie"></div>

Thursday, August 11, 2005

ઓપરેશન પહેલાંની રાત -વિપિન પરીખ

રીટા મને કહે , 'થોડીક વાર સૂઈ જતા હો તો?
ખોટી ખોટી ચિંતા ન કરો.
ઈશ્વર ઉપર ભરોસો રાખો. રામનામ લો.
બધાં સારાં વાના થશે.'

હું હસતાં જવાબ આપું છું,
'હું ક્યાં ચિંતા કરું છું?
તું ચિંતા કરે છે.
તું કેમ સૂતી નથી?
મને તો શ્રધ્ધા છે
જે પરમ સત્તા આપણને આંગળી પકડી
અહીં સુધી લાવી છે
તે આપણો હાથ છોડી નહીં દે.'

એકમેકને ઠપકો આપતી
અમારી વાતો સાંભળીને
સૂરજ ખૂબ વહેલો ઊઠી ગયો.
લાલ આંખ કરીને કહે,
'તમે બંને અંધશ્રદ્ધાળુ છો ને
બીજાને સૂવા પણ નથી દેતા.'

હું એને ઠંડો પાડતાં કહું છું,
'તું માણસ હોત તો તને ખબર પડત !'

-વિપિન પરીખ
(કોફી હાઉસ)

3 Comments:

At 8/12/2005 04:07:00 AM, Blogger પ્રત્યાયન said...

Quite philosophical....but in very simple words....even you dont feel that its a poetry...but still it is. Vipin Parikh is a srong 'achhandas' poet....like labhashankar Thakar and Sitanshu Yashaschandra.....

 
At 8/12/2005 07:22:00 AM, Blogger Siddharth said...

I like this poem very much, although it is much like a conversation but still enjoyable.

btw, thanks much for placing a link to my blog on your page. I will also create a link on my page.

keep up the good work.

Siddharth Shah

 
At 5/10/2008 03:30:00 AM, Anonymous Anonymous said...

excellent thought.....in a simple way

 

Post a Comment

<< Home