તાજમહાલ
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
-શેખાદમ આબુવાલા
આજે શે.આ.નું અમર મુક્તક પેશ છે. તાજમહાલને જોઈને પ્રણયકાવ્યો તો હજારો લખાયાં છે. પણ અહીં તો અલગ જ વાત છે. આ મુક્તક સાથે જ સાહીર લુધીયાનવી ની નઝમ તાજમહલ (link) વાંચવા જેવી છે. સાહીરનો આક્રોશ તો શેખાદમથી પણ વધારે છે.



3 Comments:
This post has been removed by the author.
too good.
તાજ
તાજ ભારતવર્ષ નો તુ તાજ છે.
તારા થકી એની અમરતા આજ છે.
સૌંદર્ય સંગે મરમર મા મ્હેકી ગયું
પાષાણુ ઉપર પ્રેમનુ એક રાજ છે.
પારસમા પણ બને નખશિખ ગઝલ,
ગુનગુનાવો પ્યારનો આવાજ છે.
હું"વફા" એ રુપમા ડૂબી ગયો,
વાહ શું સૌંદર્ય ની અજબ મેરાજ છે.
મુહંમદ અલી "વફા"
The first sher belongs to Late Bekar saheb.
અલી "વફા" firs
Post a Comment
<< Home