સમુદ્ર
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડનાવલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.
સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.
-સિતાંશુ યશશ્ચંદ્ર



1 Comments:
Nice poem
કવિનું પોતાનું દર્દ. કવિ તરીકે લોકોને ગમે તેવું ન લખી શકવાનો વસવસો.
જો બને તો કવિનો 'જટાયુ'કાવ્ય ગુચ્છ રજુ કરશો.
Post a Comment
<< Home