ગુજરાતી કવિતા

If you can’t see Gujarati click here for help.

       
તિલક   કરતાં ત્રેપન થયાં,   ને   જપમાળાનાં   નાકાં  ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યો હરિને શરણ.
કથા  સુણી  સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

 

એક    મૂરખને  એવી ટેવ,   પથ્થર   એટલા   પૂજે દેવ,
પાણી  દેખી કરે  સ્નાન,     તુલસી   દેખી  તોડે   પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
 

દેહાભિમાન  હૂતો પાશેર,   વિધ્યા  ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં  તોલે થયો,  ગુરુ  થયો  ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.

 

-અખો

મુખ્યપૃષ્ટ પર પરત